પાલિકા એ ઉગાડયું કાળું સોનું, જાણો કઈ રીતે બનાવ્યું કુદરતી ખાતર
સુરત પાલિકાએ ઉગાડયું કાળું સોનુંવેસ્ટ માંથી બેસ્ટ કરી ઉત્પન્ન કરાયુ કુદરતી ખાતરમંદિરમાં ભગવાન ઉપર ચડવવામાં આવતા ફૂલોવર્મી કમ્પોસ્ટિંગ ખાતર એ વિદેશીઓને પણ આકર્ષિત કર્યાસુરત શહેરમાં દિવસેને દિવસે વધતા પ્રદૂષણને ધ્યાને રાખી પર્યાવરણ બચવવાં પાલિકા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી એટલે કે કચરા માંથી કાળું સોનું બનાવવાà
Advertisement
- સુરત પાલિકાએ ઉગાડયું કાળું સોનું
- વેસ્ટ માંથી બેસ્ટ કરી ઉત્પન્ન કરાયુ કુદરતી ખાતર
- મંદિરમાં ભગવાન ઉપર ચડવવામાં આવતા ફૂલો
- વર્મી કમ્પોસ્ટિંગ ખાતર એ વિદેશીઓને પણ આકર્ષિત કર્યા
સુરત શહેરમાં દિવસેને દિવસે વધતા પ્રદૂષણને ધ્યાને રાખી પર્યાવરણ બચવવાં પાલિકા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી એટલે કે કચરા માંથી કાળું સોનું બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે.
મહાનગર પાલિકાએ વેસ્ટ માંથી બેસ્ટ કરી ઉત્પન્ન કરાયુ કુદરતી ખાતર
સુરત મહાનગર પલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટિંગ ટેસ્ટિગ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. વર્મી કમ્પોસ્ટ એટલે કે ખાતરમાં વિવિધ જાતના અળસીયા ઓનો ઉમેરો કરી બનાવેલું ખાતર,અળસિયા ઉમેરી બનાવવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે.આ અંગે ખાતરના ઇન્ચાર્જ અને પાલિકા અધિકારી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મનપા દ્વારા ખાતર ટેસ્તિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે.અત્યાર સુધી શહેરના તમામ મંદિરોમાં તથા દરગામાં ચડાવવામાં આવતા ફૂલ હાર તાપી નદીમાં કે કચરામાં ફેંકી દેવામાં આવતા હતા..જો કે આજ ફૂલ હારના કચરાનો સદ ઉપયોગ મનપા દ્વારા કરવામાં આવ્યો છે.ગાર્ડનના વૃક્ષો તેમજ ડીવાઈડરમાં ઉગાડેલા વૃક્ષો માટે લાખો રૂપિયા ખર્ચી ખાતર લાવું પડતું હતું.હવે મનપા દ્વારા વર્મી કમપોસ્ટિંગ પ્લાન્ટની મદદ થી 7લાખ રૂપિયા થી વધુની રકમ બચવવામાં આવી રહી છે.એક બાજુ મનપાના ખર્ચની બચત થઈ રહી છે.તો બીજી બાજુ પોતાનું બનાવેલા ખાતરનો ઉપયોગ કરી પાલિકાના ગાર્ડન અને ડીવાઈડરના વૃક્ષો માટે આ ખાતર ઉપયોગી બન્યું છે.
દેશ વિદેશ થી આવતા લોકો પણ કરે મુલાકાત
ખાતર બનાવવાની પદ્ધતિ અંગે પાલિકાના અધિકારી નીલ પટેલે જણાવ્યું હતું કે મંદિરોમાંથી નીકળતા ફૂલહારના કચરા નેપાલિકા ગાર્ડન વિભાગની ટીમ દ્વારા એકઠો કરવામાં આવે છે અને ત્યાર બાદ આ તમામ કચરા ને ચોકબજાર ખાતે મૂકી ફૂલહારના કચરા માંથી મનપા સુધ્ધ કુદરતી ખાતર તૈયાર કરતી હોય છે. ખાતર તૈયાર થયા પછી તેને શહેરના વિવિધ ગાર્ડનો તેમજ ડીવાઈડરમાં ઉગાડેલા વૃક્ષો લેવામાં આવે છે.આ સમગ્ર પ્રકિયા મેન્યુલી કરવામાં આવે છે.જેમાં ઘણી મહેનત લાગે છે.જો કે ખાતર બનીને તૈયાર થતા ઘણું ઉપયોગી બને છે.જ્યારે દેશ વિદેશ થી આવતા લોકો પણ અહીના ખાતર પ્લાન્ટની વિઝિટ કરી પોતાના દેશમાં અપલાય કરતા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું
કચરામાં ફેંકાતા ફૂલહાર માંથી ખાતર બનાવવામાં આવે છે
સુરત મનપાની વેસ્ટ માંથી બેસ્ટ પ્રકિયા છે આ ખાતર,જેને ગાર્ડનમાં ઉપયોગમાં લેવાય છે.જેને કાળું સોનું તરીકે પણ ઓળખાય છે..કચરામાં ફેંકાતા ફૂલહાર માંથી ખાતર બનાવવામાં આવે છે.આમ પાલિકાની વેસ્ટ માંથી બેસ્ટ પ્રકિયાને લોકો આવકારી રહ્યા છે.સામન્ય રીતે શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના કચરા આડેધડ રસ્તા ઉપર ફેંકતા ફૂલ કરમાતા તે વાસ્ મારવા માંડે છે.ગંધવવા લાગે છે.પરંતુ સુરત મનપાની વેસ્ટ ભેગા કરીને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાની આ પ્રકિયા થી લોકો આકર્ષિત થઈ રહ્યા છે. ખાતરનો ઉપયોગ મનપા પોતાના બાગ બગીચાઓમાં કરી રહી છે.મહત્વની ભૂમિકા ઝાડ પાન એ પણ ભજવી છે. વેસ્ટમાંથી ખાતાર બનાવાયું છે.
વધુમાં અધિકારીઓના કહેવા પ્રમાણે વિદેશમાં થતી એટલે કે થાઇલેન્ડ અને નેપાળમાં થતી ટેલીફોનીક માહિતી અનુસાર વિદેશોમાં પણ આ પ્રોજેક્ટ વખણાય રહ્યું છે. અને ઘણા વિદેશીઓ જેવા કે થાઇલેન્ડ અને નેપાળમાં લોકો દ્વારા સુરતના પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લઇ પોતાના શહેરમાં પ્રોજેક્ટ સ્થાપવા માહિતી મેળવી તેના પણ કાર્ય કરી રહ્યા છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.